Action Research (ક્રિયાત્મક સંશોધન) [Kriyatmak sanshodhan]
પ્રસ્તાવના-
સંશોધન
એટલે ‘સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાની વૈજ્ઞાનિક
રીત. સંશોધન એટલે જિજ્ઞાસા સંતોષવા હાથ ધરાતી પ્રક્રિયા. શિક્ષક પોતાના રોજ-બરોજના
શિક્ષણકાર્યમાં નડતી સમસ્યાઓ હલ કરવા ક્રિયાત્મક સંશોધન હાથ ધરે છે, વર્ગખંડમાં વિષય શિક્ષણની સમસ્યા , વર્ગખંડમાં વિધાર્થીના
વર્તનની સમસ્યાઓ, એકમમાં વિધાર્થીની કચાશના કારણો જાણવા જેવી
વગેરે સમસ્યાઓ માટે શિક્ષક ક્રિયાત્મક સંશોધન કરે છે.
સંશોધનના સામાન્ય રીતે 3 પ્રકાર પડે છે.
(1) મૂલગત કે પાયાના સંશોધન(2) વ્યાવહારિક કે ઉપયોગીતા મુલક સંશોધન
(3) ક્રિયાત્મક સંશોધન
શિક્ષણના સામાન્ય નિયમોને ધ્યાનમાં રાખી કે પાયામાં રાખી કોઈ એક સમસ્યા પરત્વે કોઈ નવીન સત્ય કે મૂલ્ય તેના નિરાકરણ માટે શોધવામાં આવે ત્યારે તે નવીન સત્ય કે મૂલ્ય શોધવાની પ્રક્રિયા શિક્ષણમા ક્રિયાત્મક સંશોધનને નામે ઓળખાય છે.
કોઠારી શિક્ષણપંચે કહ્યું છે કે
“રાષ્ટ્ર નું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાય છે.” જો આ વિધાન ને સાર્થક કરવું હોય તો શાળાના શિક્ષકોએ તેમના વર્ગખંડોની સમસ્યાઓ અંગે જાગૃત થવું જોઈએ. તેમને સંશોધનો દ્વારા ઉકેલવી જોઈએ. શિક્ષકની આ એક અનિવાર્ય વ્યાવસાયિક જવાબદારી છે. કેળવણીના વિકાસ માટે સંશોધન અતિ મહત્વનુ છે.
સંકલ્પના:-
શિક્ષક ને વર્ગ માં શિક્ષણ કાર્ય દરમ્યાન કે
શાળામાં કેટલીક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી તેનો ઉકેલ લાવવાનો માર્ગ તે ક્રિયાત્મક સંશોધન.
સંશોધન શબ્દ કઈક નવું
વિચારવાનું સૂચન કરે છે. ક્રિયાત્મક સંશોધન નો સૂત્રપાત કરવાનો શ્રેય અમેરિકાને મળે છે. ત્યાં આ શબ્દ નો સૌ પ્રથમ
પ્રયોગ કોલીયરે કર્યો હતો. ત્યારબાદ લેવીને 1946 માં સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત માનવ સંબંધોને સુધારવામાં ક્રિયાત્મક સંશોધન નો પ્રયોગ કર્યો હતો. પરંતુ, શિક્ષણ ક્ષેત્રમાં
ક્રિયાત્મક સંશોધનનો સૌ પ્રથમ વિચાર 1953
માં “પ્રો. ડો. સ્ટીફન એમ. કોરે” એ રજૂ
કર્યો. તેમણે પ્રકાશિત કરેલી પોતાની પુસ્તક શાળાની કાર્ય પદ્ધતિ માં સુધાર કરવા માટે ક્રિયાત્મક સંશોધન માં ક્રિયાત્મક સંશોધન
વિશે વિવિધ સમસ્યાઓ પર વિસ્તૃત માહિતી લોકપ્રિય બનાવ્યું. ત્યારબાદ ઇ.સ. 1957માં બ્રિટન ના લોરેન્સ એનહાંસે
“ શિક્ષક એક સંશોધક” તરીકેનો વિચાર વિકસાવ્યો.
છેલ્લા બે દાયકા થી સમગ્ર
વિશ્વમાં ક્રિયાત્મક સંશોધનનો વિચાર પ્રસાર થઈ રહ્યો છે.સંશોધનો માત્ર યુનિવર્સિટીઓ દ્વારા કે પ્રોફેસરો દ્વારા જ થાય
એ માન્યતામાં પરીવર્તન લાવવાનો સમય પાકી ગયો છે. કોઇ પણ સજાગ શિક્ષક નાનકડું સંશોધન કરી પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે.
ક્રિયાત્મક સંશોધન એ પ્રાથમિક
કક્ષા નું સંશોધન છે. જે વર્ગખંડની અંદર અથવા બહારની સમસ્યાઓના ઉકેલ માટે આ સંશોધન કરવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકો નું શિક્ષકો માટેનું અને શિક્ષકો દ્વારા થતું
સંશોધન છે. આ સંશોધન નો મુખ્ય હેતુ શાળાની કાર્ય પધ્ધતિ માં સુધાર અને વિકાસ કરવો છે.
જુદા જુદા કેળવણીકારોએ
ક્રિયાત્મક સંશોધન પર વધુ પ્રકાશ પડતાં પોતાના વિચારો પ્રગટ કર્યા છે॰
વ્યાખ્યાઓ:-
“ ક્રિયાત્મક સંશોધન એ શિક્ષણ ક્ષેત્ર ની નાની સિંચાઇ યોજના છે.”
-ગુણવંત શાહ
“ ક્રિયાત્મક સંશોધન એ એક એવી પ્રક્રિયા છે કે, જેની અંતર્ગત કોઈપણ સંશોધન કર્તા કે પ્રયોગ કર્તા પોતાની સમસ્યાનું વૈજ્ઞાનિક ઢબે એટલા માટે અધ્યયન કરે છે, જેથી તેણે પોતે વિચારેલા
કાર્યો અને નિર્ણયોમાં માર્ગદર્શન મેળવી શકે, સુધારણા હાથ ધરી શકે અને સફળતા કે નિષ્ફળતા
નું મૂલ્યાંકન કરી શકે.”
- સ્ટીફન કોરે
- સ્ટીફન કોરે
“ સામાન્ય શિક્ષક કે સંચાલક પોતાને નડતી સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ઉકેલવા પ્રયાસ કરે. પૂર્વગ્રહ કે પક્ષપાત વિના વૈજ્ઞાનિક અને પરલક્ષી દ્રષ્ટિથી
સંશોધન હાથ ધરે છે અને પોતાના સંચાલન કે વર્ગવ્યવહાર સુધારણામાં તેના નિષ્કર્ષો કામે લગાડે તેણે ક્રિયાત્મક સંશોધન કહેવાય.”
-ડો.
મોતીભાઈ પટેલ
“ ક્રિયાત્મક સંશોધન વ્યક્તિ પોતાના ઉદ્દેશો વધુ અસરકારક રીતે સિદ્ધ કરવા માટે શિક્ષક પોતાના અધ્યાપનમા સુધારો લાવવા માટે અને સંચાલક પોતાના શાળા સંચાલન માં અને વ્યવહારમાં સુધારા લાવવા માટે હાથ ધરે તેવું સંશોધન છે.”
-National Institute of Basic Education
લક્ષણો
ઉપરોક્ત જણાવેલ
વ્યાખ્યાઓને આધારે ક્રિયાત્મક
સંશોધન ના લક્ષણો આ મુજબ તારવી શકાય છે.
v ક્રિયાત્મક સંશોધન શાળા કે વર્ગની સમસ્યાના તાત્કાલિકઉકેલ માટે હોય છે.
v ક્રિયાત્મક સંશોધન વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે.
v ક્રિયાત્મક સંશોધન માટેની સમસ્યાનું સ્વરૂપ સાદું હોય છે અને તેનું ક્ષેત્ર
મર્યાદિત હોય છે.
v ક્રિયાત્મક સંશોધન ઉપચરાત્મક કાર્યના ભાગ રૂપે હાથ ધરાતું વ્યક્તિગત સંશોધન છે.
v ક્રિયાત્મક સંશોધનમાં અન્ય શિક્ષકો અને આચાર્યનાં સહકારથી સફળતા પ્રાપ્ત
થાય છે.
v ક્રિયાત્મક સંશોધન નો ભવિષ્યના વિશાળ સંશોધનો માટે ઉત્કલ્પના પૂરી પાડે
છે.
v ક્રિયાત્મક સંશોધન સમય શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ ઓછું ખર્ચાળ હોય છે અને
નિષ્ણાતોની સલાહ વગર પણ હાથ ધરી શકાય છે.
મહત્વ
શિક્ષક પોતાના
અધ્યાપનને લગતી કે વિધ્યાર્થીઓ ના અધ્યયન ને લગતી કે વિધ્યાર્થીઓ ના વર્તન ને લગતી સમસ્યા અંગે પોતે જ નાના પાયા પરનું સંશોધન કરી સમસ્યાનો ઉકેલ શોધે છે. આ પ્રકારના સંશોધનનું મહત્વ નીચે મુજબ છે.
v વર્ગખંડમાં અને શાળામાં ઉદભવતી વિવિધ સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે
અભ્યાસ કરી શકાય.
v શાળામાં જડ પ્રણાલીગત અને યાંત્રિક વાતાવરણ માં બદલાવ આવે છે.
શાળામાં નવવિચાર અને પરીવર્તન શક્ય બને છે. પરિણામે, શાળાના વાતાવરણ ને નવજીવન અને ગતિશીલતા પ્રાપ્ત
થાય છે.
v સંશોધનનું સ્વરૂપ વ્યાવહારિક અને વાસ્તવિક હોવાથી શિક્ષણની
સુધારણાંમાં નક્કર ફાળો આપે છે, અને
સંશોધનનું મૂલ્યાંકન પણ થઈ
શકે છે.
v શિક્ષકો ની સજ્જતામાં વધારો થાય છે. તેઓ ને વર્ગખંડની અને શાળાની રોજિંદા
કાર્યને લગતી સમસ્યાઓ ઉકેલવાની સૂઝ પ્રાપ્ત થાય
છે.
v ક્રિયાત્મક સંશોધન દ્વારા શિક્ષણમાં કેટલાક મૂળભૂત ફેરફારો શક્ય બને છે, અને શિક્ષણ ગુણવત્તાયુક્ત બને છે.
મર્યાદાઓ
ક્રિયાત્મક સંશોધન એ વ્યવહારુ
સઅંશોધન છે. તેમાથી સ્થાનિક કક્ષા એ ઉદભવતી સમસ્યાઓ હલ કરી શકાય છે. શિક્ષણ ની સુધારણા માટે તે અતિ ઉપયોગી સંશોધન છે. આમ છતાં, તેની મર્યાદાઓ પણ છે, જે નીચે મુજબ છે.
v આ પ્રકારના સંશોધનથી સ્થાનિક સમસ્યા ઉકેલી શકાય છે, પરંતુ તેના
પરિણામોનું સામાન્યીકરણ મોટા વ્યાપ વિશ્વને લાગુ પાડી શકાતું
નથી.
v આવા સંશોધનો મર્યાદિત ગુણવત્તાવાળા હોય છે.
v સામાન્ય શિક્ષક પાસે આવા સંશોધનો હાથ ધરવાની સૂઝ નો અભાવ હોય છે, તેથી તેઓ સંશોધન પ્રત્યે ઉદાસીનતા દાખવે છે.
v આ પ્રકારના સંશોધનો
સમસ્યા ઉકેલતી પ્રાથમિક તપાસ માટે જ હોય છે.
v આ સંશોધન દ્વારા એક
શિક્ષકને મળેલ સમસ્યાનો ઉકેલ અન્ય શિક્ષક માટે
ઉપયોગી થાય જ તેવું ન પણ બને.
સોપાનો
ક્રિયાત્મક સંશોધન એ સતત ચાલતી
સ્થિતિસ્થાપક પ્રક્રિયા છે. તેમાં ખાસ પ્રકારના વાતાવરણ કે ચોક્કસ શરતોની આવશ્યકતા નથી, એ તો જરૂરિયાત અને પરિસ્થિતી
અનુશાર સમસ્યા ને સમયના ટૂંકાગાળા માં ઉકેલ શોધવાનો માર્ગ છે.
તેના અમલ માટે નીચેના આઠ પગથિયાં અનુસરવામાં આવે છે.
- • સમસ્યા
- • સમસ્યા ક્ષેત્ર
- • સમસ્યાના સંભવિત કારણો
- • પાયાની જરૂરી માહિતી
- • ઉત્કલ્પના
- • પ્રયોગકાર્યની રૂપરેખા
- • મૂલ્યાંકન
- •
તારણ, પરિણામ,અનુકાર્ય
ક્રિયાત્મક
સંશોધન
યાત્મક
સંશો
સમસ્યા
શ્રી સાધુ વાસવાની
ઇન્ટરનેશનલ સ્કુલ- ગાંધીધામના ધોરણ 11 ના વિધાર્થિઓને
નામના મૂળતત્વો વિષય અધરો લાગે છે.
સમસ્યા ક્ષેત્ર
શાળા : શ્રી સાધુ વાસવાની
ઇન્ટરનેશનલ સ્કુલ- ગાંધીધામ
ધોરણ : 11
સમસ્યા વિસ્તાર
શ્રી સાધુ વાસવાની ઇન્ટરનેશનલ સ્કુલ-
ગાંધીધામના ધોરણ 11 ના વિધાર્થિઓને વાણિજ્ય શાખામાં અન્ય વિષયોની સરખામણીએ
નામના મૂળતત્વો વિષય અધરો લાગે છે.
સમસ્યાના સંભવિત કારણો
ક્રમ નંબર
|
સંભવિત કારણો
|
કારણો નો આધાર
|
શિક્ષક એમાં કઈ કરી શકે?
|
અગ્રતાક્રમ
|
||
ધારણા
|
હકીકત
|
હા
|
ના
|
|||
1 |
વિધાર્થીઓને નામા મૂળતત્વો વિષયમાં રસ ના હોય॰
|
√
|
√
|
1
|
||
2
|
વિધાર્થીઓને નામા મૂળતત્વો વિષયના
મૂળભૂત સિદ્ધાંતોની સમજ ના હોય॰
|
√
|
√
|
2
|
||
3 |
નામા મૂળતત્વો વિષયના નિષ્ણાત શિક્ષકનો અભાવ હોય ॰
|
√
|
√
|
૩
|
||
4
|
વિધાર્થીઓને શાળામાં યોગ્ય
પદ્ધતિથી નામા મૂળતત્વો વિષય ભણાવવામાં આવતો ના હોય॰
|
√
|
√
|
5
|
||
5
|
વિધાર્થીઓને ગણતરી કરવી કે દાખલા ગણવા ગમતા ના હોય॰
|
√
|
√
|
6
|
||
6 |
વિધાર્થીઓને નામા મૂળતત્વો વિષયમાં
પાયાના શિક્ષણની સમજ વ્યવસ્થિત આપવામાં
આવી ના હોય॰
|
√
|
√
|
7
|
||
7 |
વિધાર્થીઓના મનમાં વિષય અઘરો છે એવો ખોટો પૂર્વગ્રહ બંધાઈ
ગયો હોય॰
|
√
|
√
|
4
|
||
8
|
વિધાર્થીઓ અને શિક્ષક વચ્ચે સંબધો
સારા ના હોય॰
|
√
|
√
|
8
|
||
9
|
વિધાર્થીઓને વિષય કંટળાજનક લાગતો હોય..
|
√
|
√
|
10
|
||
10
|
શિક્ષક દ્વારા આપવામાં આવતા ઉદાહરણ
વિષયને અનુરૂપ ના હોય.
|
√
|
√
|
9
|
||
11
|
વર્ગખડમાં બીજા વિધાર્થીઓનો સહકાર મળતો ના હોય॰
|
√
|
√
|
11
|
||
12
|
√
|
√
|
12
|
|||
ઉત્કલ્પનાઓ
- વિધાર્થીઓને નામાના મૂળતત્વો વિષયનો અભ્યાસ કરાવતી વખતે સૌ પ્રથમ નામના મૂળભૂત સિદ્ધાતોની સમજ આપવામાં આવે.
- શાળા દ્વારા નામના મૂળતત્વો વિષયનો અભ્યાસ કરાવવા માટે નિષ્ણાત શિક્ષકની નિમણૂક કરવામાં આવે.
- વિધાર્થીઓને રસપ્રદ ઉદાહરણ આપી નામના મૂળતત્વો વિષયનું શિક્ષણ આપવામાં આવે.
- વિધાર્થીઓને સરળ રીતથી ગણતરી કરતાં શીખવવામાં આવે.
- વિધાર્થીઓને નામાના મૂળતત્વો વિષયમાં પાયાના શિક્ષણની સમજ વ્યવસ્થિત આપવામાં આવે.
- વિધાર્થીઓને નામાના મૂળતત્વો વિષયની સાચી સમજ આપી પૂર્વગ્રહ દૂર કરી શકાય.
- વિધાર્થીઓ અને શિક્ષક વચ્ચે ગેરસમજ દૂર કરી સારા સંબંધો સ્થાપિત કરવામાં આવે .
- વિધાર્થીઓને રસપ્રદ રીતે નામના મૂળતત્વો વિષયનું શિક્ષણ આપવું જોઇએ.
- શિક્ષક દ્વારા આપવામાં આવતા ઉદાહરણ વિષયને અનુરૂપ અને વ્યવહારિક હોવા જોઇએ
- વિધાર્થીઓમાં તાર્કિક શક્તિનો વિકાસ થાય તેવી પ્રવૃતિ કરાવવામાં આવે.
..................................................
Thanks
ReplyDeleteExcellent page sir.
ReplyDeleteThank you sir👍🏼
Good
ReplyDeleteGood
ReplyDeleteWonderful
ReplyDelete