રૂપિયા 14,022 કરોડનું વિરાટકાય "આત્મનિર્ભર ગુજરાત પેકેજ" જાહેર. (બિલમાં 100 યુનિટનું બિલ માફ કરાયું )



click hear for follow the blog Follow  

રૂપિયા 14,022 કરોડનું વિરાટકાય "આત્મનિર્ભર ગુજરાત પેકેજ" જાહેર કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 

  • ·       200 યુનિટ વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં 100 યુનિટનું બિલ માફ: કમર્શિયલ વીજ કનેક્શન ધરાવતા 33 લાખ ગ્રાહકોનો સર્વિસ ચાર્જ માફ.


  • ·       પ્રોપર્ટી ટેક્સમાં વાણિજ્ય એકમોને સપ્ટેમ્બર સુધી 20%ની રાહત, 31 જુલાઈ સુધી ટેક્સ ભરનારને વધુ 10% ડિસ્કાઉન્ટ


  • ·       લક્ઝરી બસો, ટેક્સી, કમર્શિયલ વાહનો વગેરેને 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો 6 મહિનાનો રોડ ટેક્સ માફ: અનેક જાહેરાતો


  • ·       આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત માટે રૂપિયા 14,000 કરોડનું વિરાટકાય "આત્મનિર્ભર ગુજરાત પેકેજ" જાહેર કર્યું છે. કોરોના કાળમાં લોકોને આર્થિક માર ઓછો પડે એ માટે 200 યુનિટ વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં 100 યુનિટનું બિલ માફ કરાયું છે જ્યારે કમર્શિયલ વીજ કનેક્શન ધરાવતા 33 લાખ ગ્રાહકોનો સર્વિસ ચાર્જ માફ કરવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સમાં વાણિજ્ય એકમોને સપ્ટેમ્બર સુધી 20%ની રાહત, 31 જુલાઈ સુધી ટેક્સ ભરનારને વધુ 10% ડિસ્કાઉન્ટની ઘોષણા થઈ છે. લક્ઝરી બસો, ટેક્સી, કમર્શિયલ વાહનો વગેરેને 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો 6 મહિનાનો રોડ ટેક્સ માફ કરાયો છે.


  • ·       ઉદ્યોગોને રાહત આપવા GIDCને 460 કરોડ ફાળવવામાં આવ્યા છે જ્યારે ઉદ્યોગકારોને 768 કરોડની પેન્ડિંગ સબસિડી એક મહિનામાં ચૂકવી દેવાશે.
  • ·       સૌથી વધુ રોજગાર આપતા બાંધકામ ક્ષેત્રને વેગ આપવા દોઢ લાખ એફોર્ડબલ ઘર બનાવવા સરકાર એક હજાર કરોડ આપશે.
  • ·       ટેકસટાઇલ ઉદ્યોગને 450 કરોડની સહાય અપાશે, GSTના 1200 કરોડના પડતર રિફંડ એક મહિનામાં જ ચૂકવી આપવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે.
  • ·       ખેડૂતોને અનાજ સંગ્રહ માટે ખેતરમાં ગોડાઉન બનાવવા 35 હજાર મળશે. 
  • ·       જ્યારે આદિવાસી શ્રમિકોને પોતાનાં વતનમાં પાક્કું ઘર બાંધવા 35 હજારની સહાય મળશે.
  • ·       એક લાખની બદલે હવે અઢી લાખ સુધીની લોન વેપારીઓને મળી શકશે, જેનાં માટે વ્યાજદર વાર્ષિક 4% રહેશે.
  • ·       મહિલા ઉત્કર્ષ માટે સખી મંડળોને વ્યાજ વગરની લૉન મળશે,
  • ·       લારી-ફેરિયાઓને છત્રી અપાશે.
  • ·       તેમજ માછીમારો, MSME વગેરે માટે પણ અનેક યોજનાઓ તેમણે જાહેર કરી છે.



For Download Full Details CLICK HEAR

click hear for follow the blog Follow 














click hear for follow the blog Follow  digital india

Comments

Popular posts from this blog

ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વગમ-૩) ખાલી જગ્યા પર સીધી ભરતી

भारत ने 59 चाइनीज़ एप को प्रतिबंधित किया। India bans 59 Chinese apps including TikTok, Xender,UCbrowser........... (List of chinese app ban in india)

ધોરણ 1 ની પ્રવેશ વય મર્યાદા બાબતે RTE રુલ્સ 2012 માં સુધારો ( Amendment on RTE Rules 3 (1))