ગુજરાતના વીજગ્રાહકોને મળશે વીજળી બીલ (લાઈટ બીલ) માં ૧૦૦ યુનિટ ની રાહત (માફી)
ગુજરાતના વીજગ્રાહકોને મળશે વીજળી બીલ (લાઈટ બીલ) માં ૧૦૦ યુનિટ ની
રાહત (માફી).
200 યુનિટ વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં 100 યુનિટનું બિલ માફ.
રહેણાંક વીજ ગ્રાહકોના લોકડાઉન પહેલાનું મીટર રીડીંગ અને ત્યારબાદના
પ્રથમ મીટર રીડીંગ ના તફાવત ને પ્રતિ દિન વીજ વપરાશમાં ગણતરી કરીને
તેને ૩૦ દિવસથી ગુણી, જો સદર વીજ વપરાશ માસિક ૨૦૦ યુનિટ અથવા તેનાથી
ઓછો હોય તો તે વીજ ગ્રાહકોને મહતમ ૧૦૦ યુનિટ તથા એક માસના ફિક્સ્ડ
ચાર્જની માફી મળવાપાત્ર થશે.
બીલમાં માસિક યુનિટ ની ગણતરી નીચે મુજબ કરવામાં આવશે.
A) લોકડાઉન પહેલાનું મીટર રીડીંગ ની તારીખ (છેલ્લા બીલ ની તારીખ) .....................................
B) લોકડાઉન બાદના પ્રથમ મીટર રીડીંગ તારીખ
....................................
C) ઉપરની બને તારીખ A) અને B) વચ્ચેના દિવસો ગણી લેવા
......................
D) લોકડાઉન પહેલાનું મીટર રીડીંગ (છેલ્લા બીલમાં મીટર રીડીંગ) .............................
E) લોકડાઉન બાદનું પ્રથમ મીટર રીડીંગ......................
F) E) માંથી D) ની રકમ(રીડીંગ) બાદ કરો એટલે તમારો અત્યારનો(લોકડાઉનનો) કુલ
વીજ યુનિટ વપરાશ મળશે.
...............................
G) (F) માં મળેલા કુલ વીજ યુનિટ વપરાશ ને (C)માં મળેલ કુલ દિવસો વડે
ભાગો(ભાગાકાર કરો) જેથી એક દિવસ નો વીજ વપરાશ ના યુનિટ મળશે.
......................
H) હવે (G) માં જે જવાબ મળે તેને ૩૦ દિવસ વડે ગુણો(ગુણાકાર કરો.) જેથી
તમારો માસિક વીજ વપરાશ મળશે. ...................
I)
જો, (H) માં મળેલ માસિક વીજ વપરાશ ૨૦૦ યુનિટ કે તેથી ઓછો હશે તો તમને
૧૦૦ યુનિટ સુધી ની બીલ માં રાહત આપવામાં આવશે.
ઓફીશીયલ નોટીફીકેશન જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો,
click hear for follow the blog Follow

Comments
Post a Comment
Thanks for your Comment
Please Follow the blog.